થાન જાગીરમાં યોગીની ખડગ તપસ્યાના પાંચ હજાર ભાવિકે દર્શન કર્યા

થાન જાગીરમાં યોગીની ખડગ તપસ્યાના  પાંચ હજાર ભાવિકે દર્શન કર્યા
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : સિદ્ધ યોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીર આશાપુરા માતાજીનાં મંદિર પરિસરમાં નવરાત્રિની યોગી સોમનાથજી દાદા દ્વારા ચાલતી ખડગ તપસ્યાના આજે પાંચમા દિવસ સુધી 5000 જેટલા ભાવિકોએ દર્શન કર્યા હતા. તલવારના ધાર જેવી કઠિન આ આકરી તપસ્યા તા. 18-10 ગુરુવારે સવારે 10 વાગ્યે સંપન્ન થશે. દરમ્યાન સંતો મૂળજી દાદા કાપડી (મહંત મેકણ દાદા અખાડા ધ્રંગ), ખેતાજી દાદા (ઝુરા), યોગી બાલકનાથજી (ચિત્રાધાર ટેકરી ભીમપુરા), હરિસિંહ દાદા ગુનેરી તથા અગ્રણી રણછોડભાઇ યાદવ (થાન જાગીર)એ અનુષ્ઠાનમાં ઉપસ્થિત રહ્યા હતા. અવિરત રાત-દિવસ દર્શનાર્થીઓ માટે આનુષંગિક વ્યવસ્થા ઉત્સવ સમિતિ સંભાળી રહી છે. તા. 18-10ના સવારે 10 વાગ્યે તપાસ્યા સંપન્ન થશે ત્યારે આ પ્રસંગે શોભાયાત્રા, મંદિર પરિસરના દર્શન-હોમ હવન, બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. અહીં હાલ દરરોજ રાત્રે સંતવાણી, રાસ, ગરબા સહિતના કાર્યક્રમો યોજાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer