સૈયદ સાદાત સમાજના ધર્મગુરુઓ વચ્ચેના મતભેદોમાં સુખદ સમાધાન

સૈયદ સાદાત સમાજના ધર્મગુરુઓ  વચ્ચેના મતભેદોમાં સુખદ સમાધાન
ગાંધીધામ, તા. 14 : સમગ્ર કચ્છના સૈયદ સાદાત સમાજ દ્વારા બેઠકનું આયોજન કરી ધર્મગુરુઓ વચ્ચે મતભેદો દૂર કરી સુખદ સમાધાન કરાવાયું હતું, ઉપરાંત સૈદ સાદાત સમાજના લોકોને નિશાન બનાવીને જો કોઈ અસામાજિક તત્ત્વો પોતાના હેતુ સિદ્ધ કરશે તો તેને નજરઅંદાજ નહીં કરાય અને તેની સામે પગલાં લેવાશે તેવું પણ નક્કી થયું હતું. માંડવી મધ્યે પીર મુખ્દુમશાની દરગાહના પ્રાંગણમાં સૈયદ હાજી અનવરશા હાજી અહમદશા બાવા મુફતીએ કચ્છના ફરજંદની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કચ્છના સૈયદ સાદાત દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈયદ ઈમામશા બાપુ અને સૈયદ કાદરશા બાપુ વચ્ચે જે મતભેદો હતા તે દૂર કરી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. કચ્છ સૈયદ સાદાત સમાજની રચના કરવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા ડો. હબીબશા સૈયદ, પીર સૈયદ લતીફશા (નાની ચીરઈ) અને સૈયદ સાદાત સમાજના કો.ઓર્ડિનેટર તરીકે સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન ડો. સૈયદ હબીબશા, કાદરશા સૈયદ (ચરોપડી), પીર સૈયદ તાજબાપુ, ઓસમાણશા સૈયદ, ઈસ્માઈલશા સૈયદ (મુંદરા), તાલીમ સૈયદ, ગુલામહુસેન સૈયદ, સમીરશા સૈયદ, હાસમશા સૈયદ, ઈસ્માઈલશા સૈયદ પીપર, શેરઅલી બાપુ (ભચાઉ), રજાકશા સૈયદ, કરીમશા સૈયદ, ઈબ્રાહીમશા સૈયદ (શિરવા) વિ. ઉપસ્થિત રહ્યા હતા. પીર સૈયદ લતીફશા (નાની ચીરઈ) તથા સૈયદ અલીશા (લુડવા)એ આયોજન વ્યવસ્થા સંભાળ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer