ગાંધીનગરના ફોટોફેરમાં આંતર- રાષ્ટ્રીયકક્ષાની કંપનીઓ જોડાઈ

ભુજ, તા. 14?: ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટો એન્ડ ટ્રેડ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે ભારતનો બીજા નંબરનો ફોટોફેર યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કેમેરા કંપનીઓ જોડાઈ હતી. આ ફોટો ફેરને ભારતભરમાંથી 35 હજાર જેટલા ફોટોગ્રાફરોએ નિહાળ્યો હતો. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેમેરા કંપનીઓએ પોતાની પ્રોડક્ટ રજૂ કરી હતી. આ ફેરમાં જાણીતી કંપનીઓએ નવી ટેકનોલોજીના મિરર લેન્સ કેમેરા ભારતમાં લોન્ચ કર્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓએ અદ્યતન ફોટોગુડસ, ફોટોબુક, કરિશ્મા આલ્બમ, એલ.ઈ.ડી., ફોટોફ્રેમ, સ્ટુડિયોલાઈટ, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફીના સોફ્ટવેરના સ્ટોલ રાખ્યા હતા. કંપનીઓ દ્વારા નિ:શુલ્ક કેમેરા સર્વિસ તેમજ ટેકનોલોજીની જાણકારી માટે આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં ફોટોગ્રાફરોએ લાભ લીધો હતો. આ ફેરમાં એસો.ના કચ્છના અજય પારેખ, ચત્રભુજ ભાટિયા, પંકજ ગડેરા, ગાંધીધામના મનોજ વરુ, વિનય ઠક્કરે જહેમત ઉઠાવી હતી. કચ્છના પ્રતિનિધિ પ્રકાશ ગાંધીએ તમામ ફોટોગ્રાફરો તેમજ એસો.ના પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer