આડેસરમાં સળિયા વડે હુમલામાં યુવાન ઘવાયો

ગાંધીધામ, તા. 14 : રાપર તાલુકાના આડેસર ગામે નવરાત્રિ દરમ્યાન શેરીમાંથી પસાર થતા એક યુવાન ઉપર એક શખ્સે સળિયા વડે હુમલો કર્યો હતો. આડેસર ગામે નવરાત્રિ દરમ્યાન શેરીની સફાઇ કરવામાં આવી હતી. દરમ્યાન પ્રવીણ રાયમલભાઇ મકવાણા (વાલ્મિકી) નામનો યુવાન આ શેરીમાંથી પસાર થતાં આરોપી કુંવરા રબારીએ આ યુવાનને રોકાવ્યો હતો અને કાલથી નવરાત્રિ ચાલુ થાય છે અમે આગણું સાફ કર્યું છે તેં અમારું આંગણું અપવિત્ર કર્યું છે તેમ કહી આ યુવાન પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer