કચ્છને ત્રી અને બાળરોગના ડિપ્લોમા કોર્સના 16 બેઠકોની સંભવના

ભુજ, તા. 12 : કચ્છમાં ગાંધીધામની રામબાગ, અંજારના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંડવીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારા અંદાજિત 12થી 16 જેટલી બેઠકો સાથે ડિપ્લોમા ઈન ગાયનેક અને પીડિયાટ્રીકના બે વર્ષના કોર્સ શરૂ કરવા મુંબઈથી સીપીએસને કરાયેલી અરજીના અનુસંધાને આજે ટીમે આવીને આ ત્રણે હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈમાં પરેલ સ્થિત કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન દ્વારા ગુજરાતમાં ત્રણ ફેકલ્ટી ગાયનેક, પીડિયાટ્રીક અને પેથોલોજી અપાશે તે પૈકી કચ્છને બે આપવા સંભવ છે. આ ટીમમાં મુંબઈથી એકસટર્નલ ઈન્સ્પેક્ટર ડો. બી.બી. યાદવ અને અમદાવાદની જીએમ સીઆરએસ સોલા હોસ્પિટલના ડો. નીલેશ ચૌહાણ બન્ને ત્રીરોગ નિષ્ણાતની ટીમ સાથે રાજકોટથી આરોગ્ય વિભાગની રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર કચેરીમાંથી પ્રવીણભાઈ હાજર રહ્યા હતા. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ-ગેઈમ્સને ગાંધીધામના યુનિટ તરીકે ચારેક બેઠક મળવા સંભાવના છે. ગેઈમ્સ વતી ગાંધીધામ ખાતે ડો. ચિંતન શનિશ્ચરા, ડો. શાર્દુલ ચોરસિયા અને સોરીન ગાંધી હાજર રહ્યા હતા. માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. નિરંજન રાવલે આ વર્ષના અંત સુધીમાં ડિપ્લોમા કોર્સ શરૂ થઈ શકે તેવી શક્યતા દર્શાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer