કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની આજે કચ્છમાં; ભુજ-નિરોણામાં કાર્યક્રમ

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની આજે કચ્છમાં; ભુજ-નિરોણામાં કાર્યક્રમ
ભુજ, તા. 11 : કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલ તા. 12મી ઓક્ટો.ના કચ્છના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા. 12મીએ સવારે 9 કલાકે ભુજ મધ્યે ખેંગાર પાર્ક, હમીરસર તળાવ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરશે. 10 કલાકે નિરોણા (તા. નખત્રાણા) ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા નિરોણા ગામમાં વિવિધ વિકાસકામોની પાયાવિધિ કરાશે. સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજ તાલુકાના કુરન ગામને આદર્શ ગામ યોજના અંતર્ગત દત્તક લેવામાં આવ્યું છે. 11.35 કલાકે કેન્દ્રીય મંત્રી અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરશે. 12.05 કલાકે ખાતમુહૂર્ત તથા નિરોણા અને કુરનના વિવિધ વિકાસ કામોની તકતીનું અનાવરણ કરશે. દરમ્યાન જિલ્લા આયોજન અધિકારીની યાદી મુજબ કેન્દ્રીય મંત્રી સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ખાતે રૂા. 1 કરોડના કામોનું ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે. સાથોસાથ કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ શ્રી ચાવડા દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત દત્તક લીધેલા ભુજ તાલુકાના કુરન ગામના સરહદી વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મંજૂર થયેલા રૂા. 1.62 કરોડના કુલ 33 કામોનો પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ નિરોણા ખાતે યોજાશે. જેમાં કુરન ગામના ગટર લાઈન, સી.સી. રોડ, કોમ્યુનિટી હોલ, ઈન્ટરલોક જેવા વિવિધ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન કરાશે. ભુજમાં ખેંગારબાગ પાસે પ્રતિમા અનાવરણ નગરપાલિકા અને મહારાવ મદનસિંહજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખેંગારબાગ પાસે મદનસિંહજીની પ્રતિમાનું અનાવરણ અને બાગથી પોલીસ લાઇન સુધીના માર્ગનું `મહારાવશ્રી મદનસિંહ માર્ગ'નું નામાભિધાન તા. 12-10ના સવારે 9 કલાકે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની અને રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે કરાશે. આ અવસરે વિનોદભાઇ ચાવડા, ભુજ, માંડવી, અબડાસા, રાપર, ગાંધીધામના ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠિયા, માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ઉ.પ્ર. ડો. રામ ગઢવી અને રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કડોલના અભયારણ્ય કરી હતી. પરંતુ તે ભલામણ કાયદાની જોગવાઇને જોતાં મીઠા ઉત્પાદન માટેની લીઝ તાત્કાલિક રદ કરવાની રહે છે, એમ સ્પષ્ટ જણાવ્યું હતું. વિશેષમાં કડોલ-ભરૂડિયાના રણને જોડતો આ વિસ્તાર અભયારણ્ય ઘોષિત થયેલા હોવાથી હવે તેની નવેસરથી માપણી કરી ડીએલઆરઆઇ દ્વારા નવા નકશા વગેરે બનાવવાની પણ હુકમમાં જાણ કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer