ગાંધીધામમાં રંગ જમાવતી લાયન્સ નવરાત્રિ

ગાંધીધામમાં રંગ જમાવતી લાયન્સ નવરાત્રિ
ગાંધીધામ, તા. 11 : અહીંની સેવાકીય કાર્યો કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા લાયન્સ કલબ અને કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગથી હોટેલ રેડિશન ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવ સંકુલમાં રંગ જમાવી રહ્યો છે. કલબ પ્રમુખ સંજય જગેશિયાના અને પ્રોજેકટ ચેરમેન ગુલ દરિયાણીના જણાવ્યા પ્રમાણે સેવાકીય હેતુ સાથે દર વર્ષની માફક આ વખતે પણ કરાયેલા રાસોત્સવ 2018ના આયોજનનો શહેરીજનો મન મૂકીને આનંદ લઈ રહ્યા છે. દર વર્ષે આયોજનમાં ખેલૈયાઓ માટે નવલું નજરાણું હોય છે. આ વખતે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે લાઈનર અને વર્ટેક સિસ્ટમ ગરબા ઘૂમતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવી પ્રકારની સિસ્ટમથી પ્રત્યેક વાદ્યની ઝણકાર સ્પષ્ટ સાંભળી શકાય છે. ભુજના મયૂર સોનીના હનીટયૂન ઓરકેસ્ટ્રાની ધૂન પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. હોટેલ રેડિશનના વિશાળ મેદાનમાં મુંબઈના ગાયકો ફાલ્ગુની બ્રહ્મભટ્ટ, પુજા ગીરી અને કચ્છના અંશ મેમણ સુરીલા સ્વરે આજે બીજા નોરતે પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને લોકોને ડોલાવ્યા હતા.સ મગ્ર આયોજન દરમ્યાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer