માંડવીમાં 83 દર્દીઓની આંખની તપાસ : રાજકોટમાં ઓપરેશન થયા

માંડવીમાં 83 દર્દીઓની આંખની  તપાસ : રાજકોટમાં ઓપરેશન થયા
માંડવી, તા. 11 : અહીંના લોહાણા મહાજન દ્વારા આયોજિત રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા સર્વે જ્ઞાતિઓ માટે પ્રથમ નિ:શુલ્ક નેત્રયજ્ઞ લોહાણા બોર્ડિંગ ખાતે યોજાયો હતો. જેમાં 83 દર્દીની આંખ તપાસી 14નાં રાજકોટ ખાતે ઓપરેશન કરાયાં હતાં. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હરીશભાઇ ગણાત્રા રહ્યા હતા. દીપ પ્રાગટય હરીશભાઇ તથા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના ડો. કિરીટભાઇ આચાર્ય, દાતા પરિવારના પરેશભાઇ પ્રેમજી ઠક્કર તથા ખાસ અતિથિવિશેષ તરીક ડો. મન શૈલેશ ઠક્કરના હસ્તે કરાયું હતું. જેમાં માંડવી લોહાણા મહાજનના ઉ.પ્ર. શશિકાંતભાઇ ચંદે, મંત્રી જયેશભાઇ સોમૈયા, સહમંત્રી હસમુખભાઇ ભીંડે સહયોગી રહ્યા હતા. દાતાઓનું સન્માન કરાયું હતું. આ નિ:શુલ્ક નેત્રયજ્ઞ માટે કાયમી એક કમિટીની રચના કરાઇ હતી, જેમાં ઉ.પ્ર. શશિકાંતભાઇ ચંદેની રાહબરી હેઠળ તથા અનિલભાઇ તન્નાના કન્વીનરપદે સેવાભાવી સહયોગીઓ કિરીટભાઇ રૂપારેલ, મહેન્દ્રભાઇ જોબનપુત્રા, રામજીભાઇ ઠક્કર, જયસુખભાઇ વાસાણી, વસંતભાઇ કતિરા, કમલેશભાઇ ખારવા, મોહંમદ સલીમ રાયમાનો સમાવેશ કરાયો હતો. આભારવિધિ હસમુખભાઈ દ્વારા કરાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer