મુંદરામાં મચ્છુ કઠિયા સઈ સુતાર શૈક્ષણિક પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન

મુંદરામાં મચ્છુ કઠિયા સઈ સુતાર શૈક્ષણિક   પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન
મુંદરા, તા. 5 : મચ્છુ કઠિયા સઈ સુતાર શૈક્ષણિક પ્રગતિ મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો તો. ધો. 1થી ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સમારંભના અધ્યક્ષ અને દરજી સમાજના મોવડી અમૃતલાલભાઈ એ. પીઠડિયા, સરપંચ ધર્મેન્દ્ર જેસર, જ્ઞાતિ પ્રમુખ અલ્પેશભાઈ સોલંકી, અમૃતલાલ પી. પરમાર (ભુજપુર), પ્રજ્ઞાબેન પીઠડિયા, રસિકભાઈ ચૌહાણ, મહિલા મંડળના ગીતાબેન ચૌહાણના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. વિનોદભાઈ પીઠડિયાએ સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી પ્રગતિ મંડળ કાર્યરત છે અને દર વર્ષે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મુંદરા તાલુકામાં શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે જાહેર થયેલા નીલેશભાઈ પરમારનું વિશિષ્ટ સન્માન અશ્વિનભાઈ અને ધર્મેન્દ્ર જેસરે કર્યું હતું. જ્યારે 25 વર્ષથી સેવા આપતા સંજયભાઈ પીઠડિયા અને વિનોદભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સમિતિ મંડળમાં જેમનો વિશેષ ફાળો હતો એવા અમૃતલાલભાઈ પીઠડિયા, સ્વ. ગોવિંદજી પીઠડિયા (મિત્રી), સ્વ. પ્રાગજીભાઈ મૂળજી પરિવાર (ભુજપુર) પરિવારના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિગર પરમાર, જતિન પીઠડિયા, શ્યામ પરમાર, પંકજ પીઠડિયા, શ્યામ પીઠડિયા તથા શૈક્ષણિક મંડળના સભ્યો. જ્ઞાતિની કારોબારીના સભ્યો. મહિલા મંડળે જહેમત લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer