શૂળીના બદલે સિંહાસન પ્રાપ્ત થાય એવો મહામંત્ર એટલે નવકારમંત્ર

શૂળીના બદલે સિંહાસન પ્રાપ્ત થાય  એવો મહામંત્ર એટલે નવકારમંત્ર
ભચાઉ, તા. 11 : આધોઈ વીશા ઓસવાળ મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 11 દિવસીય નવકાર મહામંત્રની ભાવયાત્રા 68 નમસ્કાર મહા શબ્દનું પૂજન અને નવકાર મંત્રને 18 -14 ફૂટની વિશાળ રંગોળી થકી આધોઈ ગામે ધર્મનો અનોખો માહોલ સર્જાયો છે. આવતીકાલે પૂર્ણાહુતિ થશે. ચાતુર્માસ બિરાજતા અગમોધારક પ્રજ્ઞમશીલાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય પ્રજ્ઞમાનંદ આદિ મહાસતીજી ધર્મ અધ્યાત્મનું પાન કરાવી રહ્યા છે. તેમણે કહ્યું નવકારમંત્ર એ સંકટ નિવારણ, દુર્ભાગ્ય દૂર કરવાનું, સંકટ સમય આવી જાય ત્યારે કોઈ ઉપાય ન બચે ત્યારે સૂડીના બદલે સિંહાસન પ્રાપ્ત થાય એવો મહામંત્ર નવકાર છે ત્યારે તેના 68 અક્ષરોની 11 દિવસીય પૂજા પૂરા ભાવથી થઈ રહી છે. આ પ્રસંગે દશ એકાસણા અને અગિયાર આયંબીલ તપ કરાય છે. આવું 30 શ્રાવકો કરી રહ્યા છે. જૈનોના દેરાસર, ઉપાશ્રય, આયંબીલશાળાઓથી આધોઈ, શાહુનગર તીર્થસ્થાન સમું બન્યું છે. નવકાર મંત્રના પ્રાંગણમાં દૈનિક ત્રણ કલાક 68 અક્ષરોનું પૂજન થાય છે. જેમાં મુંબઈ અને સ્થાનિક જૈનો જોડાયા છે. કલાપૂર્ણસૂરીશ્વરજીના પાંચ ચાતુર્માસ અને બે વખત કલાપ્રભસૂરીશ્વરજીના ચાતુર્માસ થયા છે. આરાધના ઉગ્ર તપ પણ અહીં થયા છે. નવકાર મહામંત્રના 11 દિવસીય પૂજનના લાભાર્થી દેવજી ગેલાભાઈ ગાલા, હંસરાજ પ્રેમજીભાઈ નીશર, જવેરબેન હેમરાજ ચરલા, સંપૂર્ણ આયોજનમાં આધોઈ વીશા ઓસવાળ મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટી પોપટલાલ નરશીભાઈ છેડા અને ચાતુર્માસના દાતા વેલજી ભારાભાઈ છેડા કરી રહ્યા છે. પ્રજ્ઞમવર્ષાશ્રીજી મ.સા., પ્રજ્ઞમાનંદ, પ્રજ્ઞમરિદ્ધિ મ.સા., પ્રજ્ઞમ પ્રિયેજ્ઞશ્રીજી, પ્રજ્ઞમવિધિશ્રીજી મ.સા. નવકાર મંત્રનું જ્ઞાન આપી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer