કચ્છી જૈન અગ્રણીને મુંબઈ ખાતે દર્શન સાગર એવોર્ડ અર્પણ

કચ્છી જૈન અગ્રણીને મુંબઈ ખાતે   દર્શન સાગર એવોર્ડ અર્પણ
મુંબઈ, તા. 11 : સમાજ અને શાસનના સર્વશ્રેષ્ઠ કાર્યો તથા દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા અને સમાજ સેવા ક્ષેત્રે કાર્ય કરવા બદલ જયેશ ભાગચંદ જૈન કોઠારા હાલે મુલુન્ડને જૈન સમાજનો પ્રતિષ્ઠિત દર્શન સાગર એવોર્ડ-2018 અર્પણ કરવામાં આવ્યો હતો. નાકોડા દર્શન ધામ (વસઈ પાલઘર) ખાતે સંત આચાર્ય ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલા સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરાયો હતો. દેશના ઉદ્યોગ-વેપાર જગતના પ્રતિષ્ઠિત અગ્રગણ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના લાભાર્થી દાતા રેખાબેન કાંતિલાલ શાહ રહ્યા હતા. એવોર્ડ કમિટીના પ્રવીણ શાહ, નિરંજન પરિહાર અને મોતી શીમલાની ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સેવા ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્યો કરવા બદલ અપાતો આ એવોર્ડ પ્રતિષ્ઠિત એવોર્ડ છે. સાગર સમુદાયના ગચ્છાધિપતિ રહેનાર આચાર્ય દર્શન સાગર સૂરીશ્વરજી મ.સા.ની પુણ્યતિથિ દિને છેલ્લા 13 વર્ષથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ આ એવોર્ડ અર્પણ કરાય છે. જયેશ જૈન છેલ્લા 28 વર્ષથી સમાજ અને શાસનના કાર્યો કરતા આવ્યા છે. શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઈ અને ભારતીબેન ભાગચંદ જૈન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દર વર્ષે ડિસેમ્બર માસમાં કચ્છમાં સમાજના સમૂહ લગ્નોત્સવનું કાર્ય 26 વર્ષથી કરતા આવ્યા છે. ટ્રસ્ટી કાંતિલાલ શાહ, દિનેશ જૈન, લલિત જગાવત, મનીષ કોઠારી, રાજુ દર્શને સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer