કચ્છમાં ખોટી અફવા ન ફેલાય તે માટેના પ્રયાસનો અનુરોધ

ગાંધીધામ, તા. 11 : સાબરકાંઠામાં દુષ્કર્મ પ્રકરણ બાદ પરપ્રાંતીય લોકોને ખોટી રીતે હાલાકી ન ભોગવવી પડે તે માટે સમાજવાદી પાર્ટીના પ્રમુખે નાયબ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ સહદેવ યાદવે રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે, હિંમત- નગરમાં બનેલા બળાત્કારનો બનાવ નિંદનીય છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજા થવી જોઈએ. પરપ્રાંતીય લોકોને પૂરતા પ્રમાણમાં સુરક્ષા આપવામાં આવે અને જવાબદાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે એવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત શાંત એવા કચ્છ જિલ્લામાં કોઈ ખોટી અફવા ના ફેલાય અને શાંતિ જાળવવા માટેના પ્રયાસ કરવા અપીલ કરાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer