મોરાય પાસેના એ અકસ્માતમાં ચાલક યુવાનનું મૃત્યુ : ઘાયલ શેરડીનો તરુણ હેમખેમ

ભુજ, તા. 11 : નખત્રાણા તાલુકામાં મોરાય ગામ નજીક ગઇકાલે પરોઢિયે અજાણ્યા વાહન સાથે બાઇકને નડેલા અકસ્માતમાં ચાલક શેરડી (માંડવી)ના ધીરજ લધુભાઇ સંઘાર (ઉ.વ. 25)નું મૃત્યુ થયું હતું. જ્યારે ઘાયલ થનાર તેમનો પિતરાઇ રમેશ મેઘરાજ સંઘાર (ઉ.વ. 13) સારવાર તળે હેમખેમ છે. ગઇકાલે આ અકસ્માત વિશે પ્રગટ થયેલા અહેવાલમાં માહિતીદોષ અને સરતચૂકથી તરુણ વયના સવારનું મૃત્યુ થયાનું છપાયું હતું. બાદમાં આજે પોલીસ અને શેરડી ગામના સરપંચ મુકેશ શામજી સંઘાર સહિતના સંબંધિતોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે અકસ્માતનો આ કિસ્સો બાઇકના ચાલક ધીરજ સંઘારને ભરખી ગયો હતો. બાઇકની પાછળની સીટ ઉપર બેઠેલો કિશોર વયનો રમેશ સારવાર તળે હેમખેમ છે. આ કિસ્સામાં ભોગ બનનારા બન્ને પિતરાઇ બાઇકથી માતાના મઢ જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન સાથે તેમને આ અકસ્માત નડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer