મેડીસરમાં પથ્થરની ખાણના ઝઘડામાં કુહાડી વડે હુમલો

ભુજ, તા. 11 : નખત્રાણા તાલુકામાં મેડીસર ગામની સીમમાં પથ્થરની ખાણ વિશેના ઝઘડામાં ભુજના ખારીનદી રોડ ઉપર રહેતા અલીમામદ ઓસમાણ જત ઉપર કુહાડી વડે હુમલો કરાયો હતો. પોલીસ દફતરેથી મળેલી માહિતી મુજબ આ મામલે હુમલો કરનારા તરીકે ભુજના હનિફ આમદ થેબા અને ઇન્દ્રીસ સમેજાના નામ પોલીસ સમક્ષ લખાવાયા છે. ભોગ બનનારને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. નિરોણા પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer