કુન્દ્રોડી ગામની જમીન કંપનીને ફાળવવા સામે કોર્ટનું રુકજાવ

ભુજ, તા. 11 : મુંદરા તાલુકાનાં કુન્દ્રોડી ગામે સર્વે નંબર 181 અને નવા સર્વે નંબર 134 ખાતે આવેલી જમીન ક્રોમેની સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવવા સામે મુંદરાની અદાલતે મનાઇહુકમ આપ્યો હતો. આ પ્રકરણમાં આ જમીન ઓદ્યૌગિક હેતુ માટે સરકાર પાસેથી કંપની દ્વારા મંગાઇ હતી. પણ જમીનના માલિક અને કબ્જેદારો પ્રેમજી રામજી મામણિયા વગેરેએ મુંદરાની સિનિયર ડિવિઝન કોર્ટમાં મનાઇહુકમ મળવા સહિતનો દાવો દાખલ કર્યો હતો. બન્ને પક્ષને સાંભળી ન્યાયાધીશ નરેન્દ્રકુમાર જી. પરમારે મનાઇહુકમ આપતો આદેશ કરી જમીન કંપનીને ફાળવવી નહીં તેના સહિતનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં દાવો કરનારાના વકીલ તરીકે રવિલાલ કે. મહેશ્વરી સાથે એમ.ઓ. ખત્રી અને એસ.ડી. સોધમ રહ્યા હતા. મોબાઇલ કંપની સામે ચુકાદો બિલ બાકી ન હોવા છતાં મોબાઇલ ફોનના આઉટ ગોઇંગ કોલ બંધ કરી દેવા અંગેના એક કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા વોડાફોન કંપનીની વિરુદ્ધમાં અને મોબાઇલધારક છાત્રા સાહેલી ધીરેનભાઇ શાહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ફોરમે કંપનીની સેવામાં ખામી માની તેને ત્રાસ અને ખર્ચ સહિતની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં છાત્રાના વકીલ તરીકે તારક રામલાલ ઠક્કર અને નિશાંત રામલાલ ઠક્કર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer