માંડવીમાં વિદ્યાસહાયક શિક્ષકોને પૂરા પગારમાં સમાવવાના હુકમ અપાયા

માંડવીમાં વિદ્યાસહાયક શિક્ષકોને પૂરા  પગારમાં સમાવવાના હુકમ અપાયા
કોડાય (તા. માંડવી) તા. 11 : અહીં બી.આર.સી. ભવન ખાતે વર્ષ-2013માં વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને નિયમિત પગારધોરણમાં સમાવવા માટેના હુકમો આપવામાં આવ્યા હતા. માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડી.પી.ઈ.ઓ. સંજયભાઈ પરમાર, ટી.પી.ઈ.ઓ. મોહનભાઈ ફુફલ, માંડવી તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ આશાભાઈ રબારી અને સંઘના પ્રતિનિધિઓના હસ્તે હુકમો એનાયત કરાયા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ ટી.પી.ઈ.ઓ.નો એવોર્ડ મેળવવા બદલ મોહનભાઈ ફુફલ અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રમેશભાઈ જોષીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સી.પી.એફ અને એન.પી.એસ.ના ફોર્મ અંગે શિક્ષકોને માહિતગાર કરાયા હતા. માંડવી ટી.પી.ઈ.ઓ. તરફથી વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. ધીરૂભાઈ ઠક્કર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ટી.પી.ઈ.ઓ. એપ્લિકેશન શિક્ષકોની ઓનલાઈન કામગીરી માટે લોંચ કરાઈ હતી. મહેશભાઈ, ઈશ્વરભાઈ ગણાત્રા, અમીનભાઈ, યુવરાજસિંહ, સુરેશ પરમાર, અમિત ડાંગેરા, મનુભા જાડેજા સહિતે આયોજન સંભાળ્યું હતું. સંચાલન નાગાજણ ગઢવી અને આભારવિધિ ભરતભાઈ મહેતાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer