ગંભીરનું ટ્વિટર એકાઉન્ટ હેક : સંગાકારા, ચિત્રાંગદાને મેસેજ !

નવી દિલ્હી, તા. 22 : ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક થઈ ગયું હતું. હેકરે આ એકાઉન્ટ પરથી શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા, ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની માઈકલ ક્લાર્ક અને એડમ ગિલક્રિસ્ટ તેમજ અભિનેત્રી ચિત્રાંગદાસિંહને મેસેજ  મૂક્યા હતા. ગંભીરને આ અંગે જાણકારી મળતાં તરત જ ટ્વિટ કરીને લોકોને જાણ કરી હતી. મારું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. જૂના મેસેજ પર ધ્યાન આપશો નહીં, તેવું તેણે ઉમેર્યું હતું. ટ્વિટર પગલાં લે તેવી માંગ ગૌતમે કરી હતી. સંગાકારાએ પણ જવાબ આપતાં કહ્યું હતું કે, આભાર ગંભીર, મને પણ મેસેજ આવ્યા ત્યારે કંઈક ખોટું થયાની શંકા ગઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer