વાયબ્રન્ટ ગુજરાતના વિદેશ પ્રવાસમાં ગાંધીધામના વેપારી જોડાશે

વાયબ્રન્ટ ગુજરાતના વિદેશ પ્રવાસમાં ગાંધીધામના વેપારી જોડાશે
ગાંધીધામ, તા. 22 :  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ  અંતર્ગત ગુજરાતનું એક  પ્રતિનિધિ મંડળ તા. 23/9થી તા. 3/10 સુધી  યુએઈ, જર્મની અને ઓમાનના પ્રવાસે જશે. આ  પ્રતિનિધિ મંડળમાં ગાંધીધામના વેપારીનો સમાવેશ કરાયો છે.રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં છે. જેમાં વિદેશી રોકાણકારો દ્વારા   ગુજરાતમાં મૂડીરોકાણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ જ પ્રકારે તા. 18થી 20 જાન્યુ. દરમ્યાન આ કાર્યક્રમ યોજાશે.તે અંતર્ગત ગુજરાતનું એક  પ્રતિનિધિ મંડળ તા. 24/9થી તા. 28/9 સુધી જર્મની, તા. 30/9ના યુએઈ તથા તા. 2/10 અને તા. 3/10ના ઓમાનનો પ્રવાસ કરશે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, પ્રતિનિધિ મંડળમાં ગાંધીધામના   વેપારી અગ્રણી મહેશભાઈ પૂંજનો સમાવેશ કરાયો છે. તેઓ  આવતીકાલથી ત્રણ દેશોમાં  પ્રવાસ અર્થે પ્રયાણ કરશે એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer