મુંદરાની ખાનગી શાળામાં માસૂમ બાળા સાથે અડપલાં કરનારો હિસાબનીશ ઝડપાયો

મુંદરાની ખાનગી શાળામાં માસૂમ  બાળા સાથે અડપલાં કરનારો હિસાબનીશ ઝડપાયો
ભુજ, તા. 22 : મુંદરા નગરમાં સમુદ્ર ટાઉનશિપ ખાતે કાર્યરત ક્લોરેક્સ પબ્લિક સ્કૂલમાં કુમળી વયની બાળકી એવી છાત્રા સાથે શારીરિક અડપલાં અને છેડછાડ કરવાના મામલામાં પોલીસે આરોપી શાળાના ફરજમોકૂફ કરી નખાયેલા હિસાબનીશ મુંદરાના ફૈઝલ જુણસ સમેજાની ધરપકડ કરી હતી. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ, ભોગ બનનારી બાળકીએ શાળાએથી ઘરે ગયા બાદ તેની માતાને તેની સાથે બનેલી ઘટના વિશે વાત કર્યા બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ પછી ગઇકાલે વિધિવત્ પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં આરોપી ફૈઝલની ધરપકડ કરી લીધી હતી. તહોમતદારને જરૂરી કાયદાકીય વિધિ બાદ રિમાન્ડની માગણી સાથે આજે સાંજે અદાલત સમક્ષ રજૂ કરાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer