નાનો સમાજ પણ શિક્ષણ અને સમજદારી થકી મોટો બની વિકાસના પંથે પ્રગતિ કરે

નાનો સમાજ પણ શિક્ષણ અને સમજદારી થકી મોટો બની વિકાસના પંથે પ્રગતિ કરે
મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 22: નાગલપર ત્રિભેટે આવેલા નખત્રાણા તાલુકા જોગી, જાગરિયા, ભીલ, પારાધી સમાજના રૂા. સાડા ત્રણ લાખના સાંસદની ગ્રાન્ટમાંથી બનેલા સાંસ્કૃતિક હોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અબડાસાના ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી રૂા. બે લાખ આપવાની જાહેરાત કરી હતી.શરૂઆતમાં સ્વાગત પ્રવચન સમાજના પ્રમુખ લખુભાઈ મૂળજીભાઈએ કર્યું હતું. આ પ્રસંગે  સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું. નાનો સમાજ સમજદારી થકી મોટો બને તો નાના સમાજનો વિકાસ થાય. સમરસ શિક્ષણ નાના સમાજો માટે બન્યું છે. મોડલ સ્કૂલમાં 12 ધો. સુધી છાત્રા ફ્રી ભણી શકે છે.  શિક્ષણ માટે ઘણી પહેલ ભાજપ સરકારે કરી છે.અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સમાજના મેળાવડાથી ઓળખાણ થાય સમાજ સંગઠિત બને. સમાજના કાર્યમાં નિક્રિયતા ન રાખો.  હૂંફ આપે નવી પેઢી શિક્ષિત બને, વ્યસનમુક્ત બને, જતું કરવાનું શીખો તેવું કહી તેમણે પોતાની ગ્રાન્ટમાંથી રૂા. બે લાખ આપવાની જાહેરાત કરી હતી. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન ડી. પટેલે સારા કામો કરી લોકોનો વિકાસ થાય તેવી હિમાયત કરી હતી. કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ સાંસદ વિનોદભાઈની ગ્રાન્ટમાંથી રૂા. સાડા ત્રણ લાખના ખર્ચ બનેલા સાંસ્કૃતિક હોલ આ સમાજની ઈચ્છા હતી તે પૂરી થઈ. શિક્ષણ, આરોગ્ય માટે પ્રજાના પ્રતિનિધિઓને સંપર્ક કરવાની વાત કરી હતી.સમાજની શિક્ષિત દીકરી પ્રતિમા નરસિંહ જોગીનું ખાસ સન્માન કરાયું હતું.ભરત સોની (કચ્છ જિલ્લા ભાજપ ડેટા સેલ) નખત્રાણાના ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન પટેલ, કાનજીભાઈ કાપડી, જયમલ રબારી (ભુજ તા.પં. સદસ્ય), રાજેશ પલણ, રણજિતસિંહ, મોહન વાઘેલા, મંગળાબેન, કલ્પનાબેન સોની તેમજ મંચસ્થ મહાનુભાવો પ્રાગજીભાઈ ઠક્કર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રેમજી કરસન (સમાજના પટેલ), મંત્રી જયંતીભાઈ જોગી, દાનાભાઈ જોગી (ખજાનચી), ભારમલભાઈ જોગી (દેવપર), વેલજીભાઈ ગ્યાન (કાદિયા), મંગલભાઈ (માતાનામઢ), અરજણભાઈ (અમરગઢ), સાંગાભાઈ (નિરોણા), ડમરુધારી યુવક મંડળના પ્રમુખ મોહનભાઈ જોગી તેમજ અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અખિલ કચ્છ જોગી, જાગરિયા, ભીલ સમાજના મંત્રી નરસિંહભાઈ જોગી, આભારવિધિ જયંતીલાલ જાગરિયાએ કરી હતી. સમાજના ભંડોળ માટે ઈનામી ડ્રો યોજાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer