જિલ્લાના બાર પ્રજ્ઞાચક્ષુને લેપટોપ અને 38 જણને મોબાઇલનું વિતરણ

જિલ્લાના બાર પ્રજ્ઞાચક્ષુને લેપટોપ અને 38 જણને મોબાઇલનું વિતરણ
માધાપર (તા. ભુજ), તા. 22 : વિકલાંગ વિદ્યાવિહાર સંચાલક નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે આયોજિત કાર્યક્રમમાં નવચેતન અંધજન મંડળ માધાપર, એચ.સી.એલ. ફાઉન્ડેશન તથા સક્ષમ ટ્રસ્ટ દિલ્હીના સૌજન્યથી 12 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લેપટોપ તથા 38 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને મોબાઇલ તથા સ્માર્ટ કેનનું વિતરણ કરાયું હતું.ભુજ મતવિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશભાઇ વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવિંદભાઇ, રાજકીય પ્રતિનિધિ ધનજીભાઇ ધુવા તથા હિતેશ ખંડોલ સહિત સંસ્થાના ઉપપ્રમુખ હીરાલાલ ચાવલા, મંત્રી લાલજીભાઇ પ્રજાપતિ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.તમામ 38 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને મોબાઇલ તથા સ્માર્ટ કેન ચલાવવાની બે દિવસીય તાલીમ પણ નવચેતન અંધજન મંડળ ખાતે અપાઇ હતી. જ્યારે લેપટોપ મેળવનાર વિદ્યાર્થીઓને તે ચલાવવા અંગેની 120 કલાકની બેઝિક તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કચ્છના તમામ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ તથા આ ક્ષેત્રના તજજ્ઞો માટે ઓડિયો ડિક્રાઇબ્ડ મૂવી (હિચકી)નું નિદર્શન  પણ કરવામાં આવ્યું  હતું. જેમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ, સર્વ શિક્ષા અભિયાન તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. સંસ્થાના સહમંત્રી હિમાંશુ સોમપુરા,   સક્ષમ ટ્રસ્ટના પ્રતિનિધિ સુનીલ કુંતલે તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer