મુંદરા તા.ના બારોઇ ગામનો વિકાસ કરવા બહેનો દ્વારા તલાટીને આવેદન

મુંદરા તા.ના બારોઇ ગામનો વિકાસ કરવા બહેનો દ્વારા તલાટીને આવેદન
બારોઇ (તા. મુંદરા), તા. 22 : અહીંની ગ્રામ પંચાયત વિસ્તારની બહેનો દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે ખૂટતા વિવિધ વિકાસકામો    કરવા તલાટીને આવેદનપત્ર અપાયું હતું.બારોઇ વિસ્તારનો વિકાસ થાય તેવી માંગ સાથે અપાયેલા આવેદનપત્રમાં ઘેર ઘેર નળ    વાટે પૂરતું પાણી આપવા, બાકી રહેલા વિસ્તારોમાં સીસી રોડ, અમુક જગ્યાએ બાકી રહેલી રોડલાઇટો લગાવવા, ગ્રામજનોની સુખાકારી  માટે બાગ-બગીચા બનાવવા, ગટર, ગામમાં સીસી ટીવી કેમેરા લગાવવા, જરૂરી સ્કૂલો બાબતે ગંભીરતા   વિચારી   બારોઇ અને ગોયરસમાના દરેક વિસ્તારનો વિકાસ કરવા બહેનોએ માંગ કરી છે.આ રજૂઆતમાં દર્શનાબા જાડેજા, સીતાબેન, ગીતાબેન બાપટ, કવિતાબેન, રીટાબેન નાથાણી, દીપિકાબેન પટેલ, અસ્મિતાબેન, નીલમબા જાડેજા, મનીષાબેન, ખુશ્બૂબેન, સંતોકબા, ભાવનાબા વગેરે બહેનો જોડાયા હતા. ચૂંટણી વખતે નેતાઓ દ્વારઅપાયેલાં વચનો પૂર્ણ ન થવા બદલ બહેનોએ વસવસો વ્યક્ત  કર્યો હતો.આ તકે તલાટી અજયસિંહ જાડેજાએ ગ્રામ પંચાયતમાં મકાનની નોંધણી કરાવી   કરવેરા ભરવા પર ભાર    મૂકયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer