કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેય મંદિરે બે દિવસીય લોકમેળો ભરાયો

કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેય મંદિરે બે દિવસીય લોકમેળો ભરાયો
ખાવડા (તા. ભુજ), તા. 22 : સીમા પરના કાળા ડુંગર સ્થિત ગુરુ દત્તાત્રેય મંદિરના સાંનિધ્યમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ-11 અને 12ના દ્વિદિવસીય લોકમેળો યોજાયો હતો.ગુરુવારે રાત્રે જાણીતા ભજનિક ઓસમાણ મીરની સંતવાણીનો પ્રવાહ વહેલી સવાર સુધી રહ્યો હતો. ભુજના ખારી નદી સ્થિત ભૂતનાથ મંદિરના અધ્યક્ષ ગજુભા જાડેજા, રમેશભાઈ ઠક્કર, હરેશભાઈ ઠક્કર, જેઠીભાઈ, કતિરા કન્સ્ટ્રક્શનના જીમીભાઈ અને ખાવડાના ભુજ સ્થિત ડો. મુકેશભાઈ ચંદેનું સ્મૃતિચિહ્નથી સન્માન કરાયું હતું. શુક્રવારે સવારે પૂજન, આરતી બાદ મેળા સમાપન સમારંભ પ્રારંભે દત્ત મંદિર વિકાસ સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદેએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંત્રી ધીરેન્દ્ર તન્નાએ વર્ષ દરમ્યાનની કામગીરીનો અહેવાલ આપ્યો હતો. અતિથિ તરીકે સોલારીસના જનરલ મેનેજર યોગેન્દ્રસિંગે આ સ્થાન પર ખૂબ જ શાંતિ અને આનંદનો અહેસાસ થતો હોવાનું તેમજ ખાવડા પી.એસ.આઈ. શ્રી સરવૈયાએ વિસ્તારમાં ભાઈચારાના વાતાવરણની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે આગામી શરદ પૂનમના રાસોત્સવ પરેશભાઈ ઠક્કરના મુખ્ય યજમાનપદે યોજવાની જાહેરાતને વધાવી લેવાઈ હતી. રાત્રિ પ્રસાદ, અલ્પાહાર, ચા, સવારના અલ્પાહાર સહિતના દાતાઓ રામદેવ ગ્રુપના દયારામ તન્ના, શશિકાન્ત કેસરિયા, જયેશ કોટક, દીપક જયંતીલાલ ઉપરાંત વિવિધ સેવાઓ બદલ દિલીપભાઈ મજેઠિયા, પ્રવીણકુમાર તન્ના, પાણી પુરવઠા બોર્ડના શ્રી રામાનુજ અને શ્રી સોલંકી, કાંતિલાલ કક્કડ, ભૂપેન ગણાત્રાના સહયોગ માટે સન્માન કરાયું હતું. ગૌશાળા માટે ઘાસચારા માટે પરબતભાઈ ગોરસિયા, આર્ચિયન કંપનીના અધિકારી ગોવિંદભાઈ રાજગોર સહિતનો આભાર વ્યક્ત કરાયો હતો. ઉપપ્રમુખ ખીમજીભાઈએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં શાંતિલાલ દાવડા, લીલાધર ચંદે, બાલકૃષ્ણ ઠક્કર, રામલાલ કક્કડ, યુવક મંડળના પ્રમુખ અનિરુદ્ધ રાજદે, હિતેશ બળિયા, વિપુલ તન્ના વગેરેએ સહયોગ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer