કોડાયના વાડીવિસ્તારમાં વનતંત્રએ ઘોરખોદિયાને પકડીને પાંજરે પૂર્યો

કોડાયના વાડીવિસ્તારમાં વનતંત્રએ ઘોરખોદિયાને પકડીને પાંજરે પૂર્યો
કોડાય (તા. માંડવી), તા. 22 : કોડાય-જખણિયા વાડીવિસ્તારમાં કોડાયના સરપંચ કાનજીભાઈ પટેલની વાડીમાં ગુરુવારની રાત્રે ઘુરનાર (ઘોરખોદિયો) પકડાતાં ખેડૂતો અને ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું. પશ્ચિમ કચ્છ નાયબ વનરક્ષક અધિકારી શ્રી અંસારીની સૂચનાથી આર.એફ.ઓ. વિજયસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ રાત્રિના ભાગમાં વનપાલક આર.જે. ગુસાઈ, જે.પી. ગઢવી?(વનરક્ષક), એન.એલ. વેલાણી, એમ.કે. ચારણ દ્વારા ઘુરનારને પકડી સુરક્ષિત વનવિસ્તારમાં મૂકી દેવામાં આવ્યું હતું.વન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ પણ પોલીસ ક્વાર્ટરમાં કોબ્રા (ભારતીય નાગ)ને પકડી પાડી વનમાં મુકાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer