વિશ્વકર્મા પૂજન દિન નિમિત્તે ગાંધીધામ સંકુલમાં ઉજવણી

વિશ્વકર્મા પૂજન દિન નિમિત્તે ગાંધીધામ સંકુલમાં ઉજવણી
આદિપુર, તા. 22 : સંકુલના વિશ્વકર્મા એકતા મંચ દ્વારા તાજેતરમાં વિશ્વકર્મા દાદા પૂજન દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.વિશ્વકર્માના વંશજો ગુર્જર સુતાર, ગુર્જર લુહાર, જાંગીડ બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ તથા મેવાડા સુથાર સમાજના સંકુલ ઉપરાંત અંજાર-ભુજ સ્થળોએથી પણ જ્ઞાતિ અગ્રણીઓ વિગેરે જોડાયા હતા.ગાંધીધામના લીલાશા ગરબી ચોકથી બાઇક રેલીનો પ્રારંભ સુધરાઇ અધ્યક્ષ કાનજીભાઇ ભર્યા, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચા તથા જ્ઞાતિ અગ્રણીઓએ કરાવ્યો હતો. જે શહેરના વિવિધ માર્ગો પરથી આદિપુરની ગુર્જર સુતાર સમાજવાડી ખાતે સંપન્ન થઇ હતી. જેમાં પ્લાયવૂડ એસો., આશાપુરા ચેરિ. ટ્રસ્ટ વિ.એ સહયોગ આપ્યો હતો. રેલીની પૂર્ણાહુતિ બાદ પૂજન, અર્ચન, રાસ-ગરબા સન્માન વિગેરેના કાર્યક્રમો યોજાયા હતા. મહાપ્રસાદમાં પણ જ્ઞાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં મહિલાઓ પણ??જોડાઇ હતી. આ એકતા મંચ છેલ્લા બે વર્ષથી રેલીનું આયોજન કરે છે. હવે તેની વિવિધ પ્રવૃત્તિઓ વિકસાવવા ચર્ચા-વિચારણા સાથે નિર્ણયો લેવાયા હતા. જેમાં શૈક્ષણિક-ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer