પાકના હસન, અફઘાનના અસગર, રાશિદને મેચ ફીનો 1પ ટકા દંડ

અબુધાબી, તા. 22 : એશિયાકપના સુપર ફોર મુકાબલા દરમ્યાન અલગ-અલગ `ડીમેરિટ' સહિતના મામલામાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર હસન અલી, અફઘાનિસ્તાનના અસગર અફઘાન અને રાશિદખાનને મેચ ફીનો 1પ ટકા દંડ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા આચારસંહિતાના પ્રથમ સ્તરના ઉલ્લંઘન બદલ ત્રણેય ખેલાડીનાં ખાતાંમાં એક-એક `ડીમેરિટ' અંક જોડી દેવાયો છે. અફઘાન સુકાનીનો ખભો રન લેવા દોડી રહેલા હસન સાથે ટકરાયો હતો, જ્યારે અફઘાનિસ્તાનના દાવમાં હસને પોતાનો જ દડો સ્ટ્રાઈકર હસનહુલ્લાહ તરફ ફેંકવાનો ઈશારો કર્યો હતો. બીજી તરફ રાશિ પર પાકિસ્તાની દાવની 47મી ઓવરમાં આસિફઅલીને આઉટ કર્યા બાદ તર્જનીથી ઈશારો કરવા બદલ દંડ ફટકારાયો છે. હસન અને રાશિદને પહેલીવાર ડીમેરીટ મળ્યા છે, તો અસગર સામે 24 મહિનામાં આ બીજો મામલો બન્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer