અફઘાન સામે અંતિમ ઓવરમાં જીત્યું પાક

દુબઇ, તા. 22 : એશિયાકપમાં અફઘાનિસ્તાન સામે વિજય મેળવવામાં પાકિસ્તાન હાંફી ગયું હતું. અફઘાન ટીમે 257 રનનો લડાયક જુમલો ખડકયા બાદ પાકે અનુભવી શોએબ મલિકના 43 દડામાં 51 (અણનમ), ઇઝામુલ હકના 80 રન અને બાબર આઝમના 66 રનની મદદથી ત્રણ દડા બાકી હતા ત્યારે લક્ષ્ય પાર પાડયું હતું. પાકિસ્તાને ત્રણ વિકેટે વિજય હાંસિલ કર્યો હતો. પાકને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. મલિકે અનુભવ કામે લગાડીને પોતાની ટીમને જીત અપાવી હતી. અંતિમ ઓવર ફેંકનાર અફઘાની બોલર આફતાબ આલમ હાર માટે પોતાને જવાબદાર માનીને રડી પડયો હતો, ત્યારે ખુદ શોએબ મલિકે જ તેને સાંત્વના આપી હતી. મેદાન પર જ બેસી ગયેલા આલમને મલિકે કહ્યું હતું કે, હાર-જીત તો રમતનો હિસ્સો છે મલિકની ભાવનાની સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા થઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer