કચ્છમાં વરસાદ છે ? નાયબ મુખ્યમંત્રીએ `કચ્છમિત્ર''ને ફોન કર્યો

ભુજ, તા. 22 : અમદાવાદ ઉપરાંત વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં આજે વરસાદ થતાં મેઘરાજાની રાહ જોતા કચ્છમાં પણ મેઘકૃપા થઇ કે નહીં એ જાતની જાણકારી મેળવવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે મોડીસાંજે `કચ્છમિત્ર'ને ફોન કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ પોતાના મોબાઇલ પરથી કચ્છમાં પણ વરસાદ પડયો હશે  તેવી આશા સાથે ફોન કર્યો પણ ઇન્કાર જાણીને તેઓ ચિંતિત બન્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી પાસે અમદાવાદ સહિતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં સારો વરસાદ છે. કચ્છમાં હશે એટલે ફોન કરીને જાણકારી મેળવવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer