ભુજમાં છકડો ભટકાવા મુદ્દે યુવાન ઉપર છરીથી હુમલો

ભુજ, તા. 22 : શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં આશાપુરા રિંગ રોડ ઉપર સુમરા ડેલી તરફ જતા વળાંક ઉપર છકડો ભટકાવાના મુદ્દે થયેલી માથાકૂટમાં ઇર્શાદ ઓસમાણ હિંગોરજા (ઉ.વ. 20) ઉપર છરી વડે હુમલો થયો હતો. ગત મધ્યરાત્રિએ બનેલી આ ઘટના બાબતે ભુજના ઇમ્તિયાઝ હાસમ સુમરા, હાસમ સુમરા અને રૂબાન હાસમ સુમરા સામે ફરિયાદ લખાવાઇ હતી. એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, ભોગ બનનારનો છકડો આરોપી સાથે ભટકાતાં તેણે ગાળો બોલી હતી. આ માટે ના પડાતાં હુમલો કરાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer