બિદડામાં કાકાએ ઝેરી પ્રે છાંટી ભત્રીજાનાં 300 ઝાડ બાળ્યાં

ભુજ, તા. 22 : માંડવી તાલુકાના બિદડા ગામે પાસે-પાસે ખેતીવાડી ધરાવતા કાકા અને ભત્રીજા વચ્ચે પાણીના નિકાલ વિશે ચાલી રહેલા વિવાદમાં ઝેરી રસાયણ છાંટીને કાકાએ ભત્રીજાનાં સરગવાનાં 300 ઝાડ બાળી નાખ્યાં હતાં. પોલીસે આપેલી માહિતી  મુજબ, બિદડાના મેહુલ હરેશ દેઢિયાએ આ પ્રકરણમાં પોતાના સગા કાકા જયંત પ્રેમજી દેઢિયા સામે આજે પોલીસ ફરિયાદ લખાવી હતી. આરોપીએ પોતાના ખેતરમાં ઊભેલા દાડમના પાકમાં છાંટવાનો ઝેરી પ્રે મેહુલના ખેતરમાં ઊભેલાં સરગવાનાં ઝાડ ઉપર છાંટી 300 ઝાડ બાળી નાખ્યાં હતાં તેવું ફરિયાદમાં લખાવાયું છે. નુકસાનીની રકમની માગણી કરાતાં આરોપી દ્વારા ધાકધમકી પણ કરાઇ હોવાનું ફરિયાદને ટાંકીને પોલીસે ઉમેર્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer