જો રાજ્ય સરકાર કચ્છના પશુધનને અન્ય જિલ્લામાં ચરિયાણ માટે મોકલે તો કપરી સ્થિતિ હળવી બને

ખારી, તા. 22 : કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ઘાસ-પાણી અને રોજગારી મુદ્દે તાલુકા પંચાયત સભ્યે કલેક્ટરને રજૂઆત કરી હતી. આ અંગે રાણબાઇ સુમરાની યાદીમાં જણાવ્યા મુજબ કચ્છમાં વરસાદ ન થવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઇ છે. કચ્છમાં પશુધન બહોળી સંખ્યામાં છે ત્યારે સરકારે રાહત ભાવે જે ઘાસનું વિતરણ ચાલુ કર્યું છે તેમાં ઊભી થતી પરિસ્થિતિઓ એક ઢોરદીઠ ચાર કિલો આપવાનું છે ત્યારે પૂરતો જથ્થો મળતો નથી. જો રાજ્ય સરકાર દ્વારા કચ્છના પશુધનને જે જિલ્લામાં સારો વરસાદ થયો છે ત્યાં ચરિયાણ માટે સરકાર  ટ્રાન્સપોર્ટ ખર્ચ ભોગવી મોકલે તો કપરી પરિસ્થિતિમાં રાહત મળી શકે. આ ઉપરાંત મજૂરવર્ગને રોજગારી મળી રહે તે માટે ગાંડા બાવળમાંથી બિનપરવાનગી કોલસાની મંજૂરી અપાય તો રોજગારીની સમસ્યા હલ થઇ શકે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer