આદિપુરમાં ચોરાઉ બાઈક સાથે કુખ્યાત શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 22 : આદિપુરમાં ચોરાઉ બાઈક  સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે આજે બપોરે આ કાર્યવાહી કરી હતી. બાતમી મુજબ, આરોપી કાનજી-ઉર્ફે કનૈયો, ઉર્ફે-કાનો, ઉર્ફે-અઠ્ઠો, ઉર્ફે-બંદૂકડી ધનરાજ ગઢવી પસાર થતાં તેને રોકી તપાસ કરાઈ હતી. પૂછપરછ દરમ્યાન જી.જે. 12 ડી.ઈ. 3978 નંબરની એક્ટિવા ચોરી હોવાની કબૂલાત આપી હતી. આ શખ્સ  અગાઉપણ વાહનચોરીના ઘણા ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer