મુંદરા તા.ના રાજકીય-સામાજિક અગ્રણીએ જીવદયા માટે દાન આપી જન્મદિન ઊજવ્યો

મુંદરા, તા. 22 : તાલુકા રાજગોર સમાજના પ્રમુખ કીર્તિભાઇ સી. ગોરના 48મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. હંમેશાં નાના માણસને ઉપયોગી થતા શ્રી ગોરે જન્મદિવસ નિમિત્તેરૂા. 48,000 ભુજપર પાંગળાપોળને તથા રૂા. 21,000 નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ-માંડવીને ચેક દ્વારા અર્પણ  કર્યા હતા. આ અવસરે શ્રી ગોરે જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાઇ જતાં પશુઓની હાલત ગંભીર છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સહયોગ આપીએ તે જ જન્મ- દિવસની સાચી   ઉજવણી છે. કોઇ?કાર્યક્રમ ન રાખતાં જીવદયાનું કાર્ય કરતાં તેમને ઠેર-ઠેરથી   અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. હાલે શ્રી ગોર મુંદરા તાલુકા ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને તેઓ ટુંડાના વતની છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer