મુંદરામાં આજથી કોંગ્રેસના હોદ્દેદારોની જિલ્લાકક્ષાની બે દિવસીય તાલીમ શિબિર

ભુજ, તા. 22 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આવતીકાલે તા. 23 અને 24ના મુંદરા ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બે દિવસીય જિલ્લાકક્ષાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  ગુજરાત કોંગ્રેસના પ્રભારી સંસદસભ્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહામંત્રી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઇ ચાવડા, ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી જિતેન્દ્ર બધેલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ અને તાલીમ આપનાર માસ્ટર ટ્રેનર ખાસ હાજરી આપશે. આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યા મુજબ મુંદરા ખાતે હોટલ ફન ખાતે યોજાનારી જિલ્લાકક્ષાની તાલીમ શિબિરમાં જવાહરલાલ નેહરુ લીડરશિપ ડેવલોપમેન્ટ ઇનમાંથી વિશેષ પ્રકારની તાલીમ મેળવી ચૂકેલા ખાસ માસ્ટર કોચ દ્વારા કચ્છ જિલ્લાના પ્રદેશ?સંગઠનના હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશેષ પ્રકારની તાલીમ અને પ્રશિક્ષણ આપવામાં આવશે જેમાં નેતૃત્વના ગુણો,  ચારિત્ર્ય નિર્માણ, વાક્છટા, કોંગ્રેસની વિચારધારા ઉપરાંત મીડિયા સમક્ષ પ્રતિભાવો, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાસ પ્રકારની વિશેષ તાલીમ આપવામાં આવશે એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા ચેતનભાઇ જોષીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer