24મીથી માંડવી ખાતે ઇટારા-પીરનો બે દિવસીય મેળો

કાઠડા (તા. માંડવી), તા. 22 : માંડવીના નદીકાંઠે વ્હોરાના હજીરા પાસે આવેલા પીર શહેનશાહ અબ્દુલ્લાહશા (ઉર્ફે ઇટારાપીર)નો બે દિવસીય મેળો (ઉર્સ) તા. 24 અને 25ના ઊજવાશે. આ અંતર્ગત તા. 24ના સાંજે 4 કલાકે ચાદર મુબારકનો સંદલ નીકળશે. સાંજે 4 કલાકે ઘોડા દોડ,  ગધેડા દોડ સહિતની વિવિધ હરીફાઇઓ યોજાશે.  રાત્રે 10 કલાકે યુ.પી.ના મશહૂર કવ્વાલ આમીલ આરીફ સાબરીનો કવ્વાલીનો કાર્યક્રમ, તા. 25ના સાંજે 3 કલાકે બહેનોનો મેળો ભરાશે તેવું મેળા સમિતિની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer