કાલે મુખ્યમંત્રી અચાનક કચ્છ આવે છે

કાલે મુખ્યમંત્રી અચાનક કચ્છ આવે છે
ભુજ, તા. 18 :  વરસાદના અભાવે કચ્છમાં ખાસ કરીને ઘાસની સ્થિતિ વિકટ બનતી જાય છે એવા સંજોગોમાં રૂબરૂ અભ્યાસ કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 20મીએ કચ્છ આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી પ્રમાણે આજે બપોર પછી અચાનક મુખ્યમંત્રીનો કચ્છનો પ્રવાસ નક્કી થયો છે. તા. 20-9 ગુરુવારે તેઓ બપોરે સીધા ગાંધીનગરથી ભુજ આવશે. બપોરે 2-45 વાગ્યે તેઓ બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી બપોરે ભુજ આવીને જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે જેમાં કચ્છના ધારાસભ્યો, સાંસદ વગેરે પણ હાજરી આપશે. સાથે સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે, ઉપરાંત તાલુકા પંચાયત, નગર અધ્યક્ષ પણ બેઠકમાં હાજરી આપશે. મળેલી  માહિતી પ્રમાણે મુખ્યમંત્રી શ્રી રૂપાણી કચ્છમાં જાતમાહિતી મેળવ્યા બાદ સંભવત: અછત જાહેર કરે, કારણ કે કચ્છમાં ઘાસ વિના પશુધન માટે ભારે તકલીફ ઊભી થઇ છે. તેને પહોંચી વળવા કોઇ મોટી જાહેરાત પણ કરી શકે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer