સિંધુ ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં : સાઇના હારી

ચાંગઝૂ, તા. 18 : ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ શાનદાર પ્રદર્શન કરીને ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે પણ અનુભવી સાઇના નેહવાલનું અભિયાન પહેલા રાઉન્ડમાં જ થંભી ગયું છે. વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવતી પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં જાપાનની ખેલાડી અને 39મા નંબરની સાએના કાવાકામીને 21-1પ અને 21-13થી આસાનીથી હાર આપી હતી. જ્યારે સાઇના નેહવાલને કોરિયાની ખેલાડી સુંગ જી હ્યુને રસાકસી બાદ 22-20, 8-21 અને 14-21થી હાર આપી હતી. સાઇનાએ પહેલો સેટ સંઘર્ષ કરીને જીત્યો હતો પણ પછીના બન્ને સેટ કોરિયન ખેલાડીએ વાપસી કરીને જીતી લીધા હતા. આથી સાઇના ચાઇના ઓપનની બહાર થઇ ગઇ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer