અંજારમાં ગુમાસ્તાધારા પરવાના વિનાની 10 દુકાનોને નોટિસ

ગાંધીધામ, તા. 18 : અંજાર પાલિકા દ્વારા  ગુમાસ્તાધારા પરવાના વગરના 10 દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, સુધરાઈના   ગુમાસ્ત- ધારા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા વિસ્તારમાં પરવાના  લીધા વિના ચાલતી દુકાનના 10 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી.  વ્યવસાયવેરો ન ભરનારા વેપારીઓને સમયસર વેરો ભરી   જવા અંગે ગુમાસ્તધારા ઈન્સ્પેક્ટર  શૈલેશભાઈ ગોરે  અનુરોધ કર્યો છે. આગામી  દિવસોમાં પરવાના વિના   ચાલતી દુકાનો સામે આ જ પ્રકારે કામગીરી કરવામાં આવશે અને  વેરા વસૂલાત ઝુંબેશને વેગ અપાશે એવું તેમણે ઉમેર્યું હતું. અંજારની મોટાભાગની દુકાનોમાં ગુમાસ્તાધારા  પરવાનગી તળે દુકાન બંધ રાખવાના  નિયમનું પાલન કરવામાં આવતું નથી. આ  દિશામાં વિચારવા અંગે જાગૃત નાગરિકોએ ટકોર કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer