કોઠારાની સગીરાનું અપહરણ કરાયા બાદ વિવિધ સ્થળે લઇ જઇ બળાત્કાર

ભુજ, તા. 18 : અબડાસાના કોઠારા ગામની સગીર વયની અનુ. જાતિની કન્યાનું અપહરણ કરાયા બાદ તેને વિવિધ સ્થળે લઇ જઇને તેના ઉપર બળાત્કાર ગુજારવા સંબંધે મૂળ હરિયાણાના વતની એવા યુવાન સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.  ભોગ બનનારી કન્યાના પિતાએ આ મામલામાં મૂળ હરિયાણાના વતની અને હાલે મામદ ખત્રીની વાડી ઉપર રહીને મજૂરીકામ કરતા સત્યવાન મહાવીર જાટ સામે અપહરણ, બળાત્કાર, એટ્રોસિટી તથા પોક્સો ધારા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. કોઠારા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનારી કન્યાનું આરોપીએ ગત તા. 13/10ના અપહરણ કર્યું હતું. આ પછી કન્યાને વિવિધ સ્થળે લઇ જઇને તેના સાથે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના એસ.સી. એસ.ટી. સેલના નાયબ અધીક્ષક દ્વારા આ કેસની તપાસ હાથ ધરાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer