ગણેશ વિસર્જન કરી પરત ફરતા ટ્રેક્ટરમાંથી પડવાથી યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 18 : સંકુલના જવાહરનગર નજીક    ગણેશ વિસર્જન કરી પરત ફરતી વેળાએ  ટેક્ટરમાંથી પડી જવાથી પવનકુમાર બાબુલાલ મોચી (ઉ.વ. 27)નું મોત થયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગત આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં કોટેશ્વર સોલ્ટ કંપની સામે રોડ પર આ બનાવ બન્યો હતો. ગણેશ વિસર્જન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે હતભાગી ટેક્ટરમાંથી કોઈ રીતે પડી જતાં તેને માથાના ભાગે  ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત આ યુવાનને  સારવાર કારગત નીવડે તે પહેલાં તેણે આંખો મીંચી લીધી હતી. પોલીસે  ટ્રેક્ટરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી  છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer