ગાંધીધામમાં સાડા સાત લાખની ટ્રેઇલરની ટ્રોલીની તસ્કરી

ગાંધીધામ, તા. 18 : શહેરની કાર્ગો મોટર્સ કંપનીના પાર્કિંગ વિસ્તારમાંથી ટ્રેઇલરની ટ્રોલી કિંમત રૂા. 7,50,000ની કોઇ શખ્સોએ ચોરી કરતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કાર્ગો મોટર્સ કંપનીની પાસે આવેલ પાર્કિંગ વિસ્તારમાંથી ગત તા. 20/5થી 20/9 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. સાડા ત્રણ મહિના અગાઉ થયેલી ચોરીનો આ બનાવ હમણા પોલીસ ચોપડે નોંધાતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. આ વિસ્તારમાં ટ્રેઇલર નંબર જી.જે. 12-બી.વી. 7426ની ટ્રોલી કિંમત રૂા. 7,50,000વાળી રાખવામાં આવી હતી જેની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. ચોરીના આ બનાવ અંગે આદિપુરના મહાવીરસિંહ કિરીટસિંહ જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer