ગ્રામ વિસ્તારોની પ્રોપર્ટી કાર્ડ કામગીરી માટે મિલકતના પુરાવાઓ આપી સહયોગની અપીલ

ભુજ, તા. 18 : રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટ મુજબ હાલમાં કચ્છ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ આપવા બાબતની માપણી / નોટિસ વિતરણ?કામગીરી હાલે મિરજાપર તા. ભુજ સીમ / ગામતળમાં આવતી મિલકતોની માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં તમામ મિલકતધારકોને નોટિસ વિતરણ રાજ્ય સરકાર દ્વારા નીમાયેલ એજન્સી દ્વારા કરવામાં આવી છે. જે મિલકતધારકોએ પોતાની મિલકતના પુરાવા રજૂ કરવાના બાકી હોય તેવા મિલકતધારકોએ મિલકતને લગતા પુરાવાની પ્રમાણિત નકલો આગામી તા. 19/9થી તા. 22/9 સુધી તોરલ ગાર્ડન, પ્રમુખસ્વામી નગર ભુજ ખાતે પ્રમુખસ્વામી નગર, અરિહંતનગર, જયનગર, ઓધવપાર્ક 1-2-3, સિલ્વર પાર્ક, ઓધવ રેસિડેન્સી, સનસિટી, સિલ્વર સિટી, વાલદાસનગર, સેન્ડલ વૂડ વીલા, શિવકૃપાનગર, ચંગલેશ્વર સોસાયટી, સ્વાગત સિટી, ઓધવ એવન્યુ, સ્વામિનારાયણ નગર, મિરજાપર ગામથી ભુજ વચ્ચેના વિસ્તારના રહેવાસીઓએ હાજર રહી એજન્સીના પ્રતિનિધિઓને પુરાવાઓ આપી સહયોગ આપવા ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર, લેન્ડ રેકર્ડઝ, કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer