ગઢશીશા ખાતે રામદેવજી મહારાજ મંદિરના 16મા પાટોત્સવે આજથી બે દિવસ કાર્યક્રમ

ગઢશીશા (તા. માંડવી), તા. 18 : અહીં ગઢશીશાથી ઘોડાલખ જતા માર્ગ પર આવેલા રામદેવજી મહારાજ મંદિરના 16મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે બેદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા. 19ના રાત્રે 9 કલાકે  મોમાયકૃપા ગુર્જર રામા મંડળ દેવપર (યક્ષ) દ્વારા રામદેવજી મહારાજ જીવન દર્શન -?આખ્યાન યોજાશે. જેમાં દીપ પ્રાગટય પૂ. ચંદુમા (અંબાજી મંદિર - ગઢશીશા) દ્વારા કરાશે તથા તા. 20ના સવારે 8 કલાકે હવન-હોમ, આરતી અને ધ્વજારોહણ અને સાંજે 6 કલાકે સંગીતમય મહાઆરતી યોજાશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer