ઝરપરાના વીર શહીદની પુણ્યતિથિએ 20મીથી રમતોત્સવ-વીરાંજલિનો કાર્યક્રમ

ઝરપરા (તા. મુંદરા), તા. 18: દુશ્મનો સામે લડતા વીરગતિ પ્રાપ્ત કરનારા ભારતમાતાના સપૂત વીર શહીદ માણશી ગઢવીની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે તા. 20થી 22 દરમ્યાન રમતોત્સવ-વીરાંજલિનો કાર્યક્રમ યોજાશે.અહીંના માતૃવંદના ગ્રુપ દ્વારા 20મીથી ત્રિદિવસીય રમતોત્સવ તેમજ તા. 22ના સાંજે ગૌશાળાની બાજુમાં આવેલા મેદાનમાં ભારતીય સેનાના નિવૃત્ત મેજર મોહિત રક્તાવત, મુંદરાના પી.આઈ. એમ.એમ. ચૌહાણ, શાત્રી કશ્યપભાઈ જોશી (કથાકાર), સંઘ કાર્યવાહ ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વીરાંજલિ સભાનું આયોજન કરાયું છે, તેમજ સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર હરેશદાન સુરુનો લોકડાયરો યોજાશે. સવારે પ્રાથમિક-માધ્યમિક શાળા તથા ગામની વિવિધ સંસ્થા દ્વારા વીર શહીદ માણશીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer