ભુજના ચૌવિહાર હાઉસનો દરવર્ષે 4 હજાર ભાવિક લાભ લે છે

ભુજના ચૌવિહાર હાઉસનો દરવર્ષે 4 હજાર ભાવિક લાભ લે છે
ભુજ, તા. 11 :  પર્વાધિરાજ પર્યુષણ પર્વ એટલે તપ-જપ, આરાધનાનું પર્વ, આ દરમ્યાન તપસ્યા કરતા તપસ્વીની અનુમોદના પર્વ, તેમાંય અન્ય કોઇ તપસ્યા ના થાય તો ચૌવિહાર તો કરવા જ જોઇએ તેવું મનાય છે. આજના આ ઝડપી યુગમાં ધંધા-નોકરી કે ઘરમાં કોઇ કારણસર વ્યસ્ત રહેતા લોકો પણ આ ચૌવિહારનો લાભ લઇ શકે. આ પર્યુષણના આઠ દિવસ ચૌવિહાર કરી શકે તે માટે છેલ્લા છ વર્ષથી જૈન વંડામાં વીશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આ પ્રવૃત્તિ થઇ રહી છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી યુવક મંડળના જ સભ્યોના અનુદાન દ્વારા આ ચૌવિહાર હાઉસ ધમધમી રહ્યું છે. જેમાં દર વર્ષે લગભગ 4000 લોકો આ ચૌવિહાર હાઉસનો લાભ લઇ રહ્યા છે અને આ પર્યુષણ પર્વમાં 6000 લોકો આ ચૌવિહાર હાઉસનો લાભ લેશે તેવું અનુમાન છે. આ ચૌવિહાર હાઉસને સફળ બનાવવા માટે યુવક મંડળની કારોબારીમાં પ્રમુખસ્થાને સ્મિતભાઇ ઝવેરી સાથે તેની ટીમમાં તેજ શાહ, મલય શાહ, વિરાજ શાહ, નીરજ શાહ, અભિષેક શાહ, પલક શાહ, હિરેન શાહ, જિતેશ શાહ, મનીષ શાહ, ઝુબીન વોરા તથા સાત સંઘના પ્રમુખ મુકેશભાઇ ઝવેરી તથા સાથે તેમની કારોબારી તથા યુવક મંડળના સક્રિય કાર્યકરોમાં દીપેશ મહેતા, નીરવ શાહ, નીશુ શાહ, તેજસ ઝવેરી, ફાલ્ગુની ઝવેરી, હર્ષ શાહ, સ્મિત શાહ, ફેનિલ વોરા, રાહુલ ઝવેરી, વિપુલભાઇ, હર્ષ સંઘવી, ભાવેશ શાહ, કેતન મહેતા, દીપેશ શાહ, પ્રસન્ન શાહ, નૈલેશ શાહ, અશ્વિન શાહ, રાજેન્દ્ર શાહ, કિશોરભાઇ વગેરેનો સાથ- સહકાર મળે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer