હિન્દુ સમાજ એક બનીને ધર્મની રક્ષા માટે આગળ આવે

હિન્દુ સમાજ એક બનીને ધર્મની રક્ષા માટે આગળ આવે
નખત્રાણા, તા. 11 : વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા અહીં સ્થિત ચેતનસ્વરૂપ આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિ.હિ.પ. ધર્મપ્રસારના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઇ ભાવાણીએ જણાવ્યું હતું કે, વિ.હિ.પ. ગૌ-રક્ષા, રાષ્ટ્રરક્ષા અને સંતોની રક્ષા માટે હંમેશાં તત્પર રહે છે. વિભાગ અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ કચ્છમાં વધી રહેલી ગૌહત્યા, લવ જેહાદના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ કચ્છના અધ્યક્ષ ચેતનભાઇ રાવલે આશ્રમનો આભાર માનતાં જણાવ્યું હતું કે, કચ્છના તમામ ધર્મસ્થનોએ આવી પહેલ કરી સનાતન ધર્મની રક્ષા માટે આગળ આવવું જોઇએ. આશ્રમના મહંત મોહનદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયા, લક્ષ્મણસિંહ સોઢા, જશવંતગિરિ ગોસ્વામી, પ્રખંડના અધ્યક્ષ ઇન્દ્રજિતસિંહ સોઢા, પીયૂષભાઇ રૈયાણી, વિરમભાઇ રબારી, મમુભાઇ રબારી, ભરત જાગરિયા, વિનોદભાઇ રામજિયાણી, સંસ્થા ટ્રસ્ટી જયસુખભાઇ પટેલ, ભીમજીભાઇ મહેન્દ્રભાઇ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer