જડોદર સીમમાં જમીન દબાણ મુદ્દે ઉપવાસ આંદોલન

જડોદર સીમમાં જમીન દબાણ મુદ્દે ઉપવાસ આંદોલન
નખત્રાણા, તા. 11 : નખત્રાણા તાલુકાના જડોદરની સીમમાં સરકારી જમીન પર થયેલા દબાણ અને બંધ?થયેલા રસ્તાના મુદ્દે ગ્રામજનોએ અહીંની મામલતદાર કચેરી સામે આમરણ ઉપવાસ શરૂ?કરી આવેદનપત્ર આપ્યું હતું.ઉપવાસ પર ઊતરેલા ગ્રામજનો પૈકી સમેજા અબ્દુલા હુશેન, ભોમસિંહ સોઢા, લાખા મીઠુ રોલા, અયુબ મામદભાઈએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જડોદર સીમની ટ્રાવર્સ સર્વે નં. 641 પૈકીમાં જડોદર ગામના ખેડૂત ખાતેદારો દ્વારા પોતાની માલિકીની જમીનમાં સરકારી પડતર જમીન ભેળવીને દબાણ કર્યું છે તેમજ પશુધનની ચરિયાણ માટેની જમીન બાકી રાખી નથી જે પશુધનના સીમમાં જવા-આવવાના રસ્તા તેમજ પશુધનના પીવા માટે તળાવમાં આવવા-જવાના રસ્તા બંધ?કર્યા છે જે અંગે અમોએ અગાઉ ગ્રામસભામાં ઠરાવ કર્યો છે. દબાણો દૂર કરવા માટે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે તેમજ માલધારીઓના પશુધન તેમજ ખેડૂતો ખાતેદારો વચ્ચે ઝઘડા થાય છે. સીમની સરકારી પડતર જમીન તેમજ ગૌચર જમીનની માપણી કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવવા આપને પણ રજૂઆત કરી હતી પરંતુ આપના દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તેવું જણાવીને દિવસ-8માં દબાણો દૂર કરવા અંગે કાર્યવાહી  કરવામાં નહીં આવે અને દબાણ દૂર નહીં થાય તો નાછૂટકે અમો ગ્રામજનોને આંદોલન કરવું પડશે જેના પગલાંરૂપે આ ઉપવાસ?શરૂ?થયા હોવાનું જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer