નવી દુધઇમાં 108ના સ્ટાફે ખાનગી વાહનમાં ડિલિવરી પાર પાડી

નવી દુધઇમાં 108ના સ્ટાફે ખાનગી વાહનમાં ડિલિવરી પાર પાડી
નવી દુધઇ (તા. અંજાર), તા. 11 : અહીં 108 એમ્બ્યુલન્સના સ્ટાફની પ્રશંસનીય કામગીરીના લીધે એક મહિલાની ટેમ્પોમાં સફળતાપૂર્વક પ્રસૂતિ પાર પાડી હતી. શનિવારે લાખાપર ગામના ચંપાબેન કોલીને પ્રસૂતિની પીડા ઉપડતાં 108ને કોલ કરાયો હતો. તેનાં પગલે પાયલોટ મહેરાજી સાથે એવોર્ડ વિનર ઇ.એમ.ટી. મયૂર બારડે તુરંત લાખાપર પહોંચી તે વખતે ચંપાબેન ખાનગી `છોટા હાથી'માં હતા. તુરત જ ત્યાં જ ઇ.એમ.ટી. બારડે તેમને નોર્મલ ડિલિવરી કરાવી હતી અને બાદમાં અંજાર સીએચસીમાં માતા અને બાળકને દાખલ કરાયા હતા. સ્ટાફની કામગીરીની ગામલોકોએ પ્રશંસા કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer