ગાંધીધામમાં કચ્છના નિરાધાર અશક્તોને રાશનકિટ વિતરિત કરાઈ

ગાંધીધામમાં કચ્છના નિરાધાર  અશક્તોને રાશનકિટ વિતરિત કરાઈ
ગાંધીધામ, તા. 11 : અહીંની સંસ્થા નવજીવન કેર એન્ડ સપોર્ટ સેન્ટર દ્વારા કચ્છના નિરાધાર વૃદ્ધો, અનાથ બાળકો, અશક્ત બીમાર લોકોને રાશનકિટ વિતરણ કરવાના કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાની કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફાધર અને સિસ્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી પોતાની શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ 145 જેટલા લાભાર્થીઓને મહેમાનોના હસ્તે રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સી.એમ.આઈ. રાજકોટના સોશિયલ વર્ક વિભાગના કાઉન્સેલર ફાધર બીનોય, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કુડા (તા. સુરેન્દ્રનગર)ના પ્રિન્સિપાલ ફાધર વિનસેન્ટ, નવવિધાન છાત્રાલય (ગોંડલ)ના પ્રિન્સિપાલ ફાધર જોસેફ, અર્ચના સ્કૂલ માંડવીના સિસ્ટર શેજી, સિસ્ટર જશમીન, સેન્ટ ઝેવિયર્સ શિણાયના ફાધર નૈજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ હાજર ભાઈઓને રાખડી બાંધી હતી. સંસ્થાના ફાધર જીડીએ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આયોજન, સંચાલન જયશ્રી થારૂએ કર્યા હતા. રાજુ ચૌહાણ, હેમરાજ મહેશ્વરી, કવિતા ચારણ,  રમીલા ચારણ, મનોજભાઈ વગેરે સહયોગી બન્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer