જાપાન ઓપનમાં સિંધુ-શ્રીકાંત બીજા રાઉન્ડમાં

ટોકિયો, તા. 11 : ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત જાપાન ઓપનમાં શાનદાર શરૂઆત કરીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. એચએસ પ્રણોયે પણ આગેકૂચ કરી છે. મહિલા વિભાગમાં ત્રીજા ક્રમની પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં જાપાની ખેલાડી સયાકા તાકાહાશીને 21-17, 7-21 અને 21-13થી હાર આપી હતી. આ જીત માટે સિંધુને પ7 મિનિટનો સંઘર્ષ કરવો પડયો હતો. બીજા રાઉન્ડમાં સિંધુની ટક્કર ચીનની ફાંગ્જી ગાઓ સામે થશે. તેણે ભારતની વૈષ્ણવી રેડ્ડીને હાર આપી હતી. જ્યારે પુરુષ વિભાગમાં એચએસ પ્રણોયે અપસેટ કરીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ઇન્ડોનેશિયાના ખેલાડી જોનાથન કિસ્ટ્રીને પહેલા રાઉન્ડમાં જ 21-18 અને 21-17થી હાર આપી હતી. જ્યારે શ્રીકાંતે ચીનના યુશિયાંગ હુઆંગને 21-13 અને 21-1પથી હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. ભારતના સમીર વર્માનો પરાજય થયો હતો. મિકસ ડબલ્સમાં અશ્વિની અને સાત્ત્વિક રાજ પણ બહાર થઇ ગયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer